વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં સભા ગજાવશે વાંકાનેર : આગામી તા.1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં યોજાનાર ચૂંટણી પ્રક્રિયામાં તમામ બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી તા.18ના રોજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાંકાનેર ખાતે જાહેર સભા સંબોધન કરશે. મોરબી જિલ્લામાં કોંગ્રેસના ગઢ સમાન વાંકાનેર બેઠક ઉપર ભાજપે ઉમેદવાર જીતુ સોમાણીને મેદાનમાં ઉતારી આ બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આગામી તા.18ના રોજ સવારે 9.30 કલાકે વાંકાનેરના રાતીદેવડી રોડ ઉપર કિરણ સીરામીક ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.