મોરબી માળીયા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે કોઈ નેતાને બદલે સામાન્ય માણસને આ ગૌરવ આપી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા મોરબી : મોરબી માળિયા વિધાનસભાના કોગ્રેસ પક્ષના ઉમેદવાર. જયંતિભાઈ જે.પટેલના ચૂંટણી પ્રચાર કાર્યાલયનુ ઉદ્ઘાટન વાલ્મીકિ સમાજના આગેવાન ધીરુભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે કોઈ નેતાને બદલે સમાજમાં સફાઈની મહત્વની ફરજ અદા કરતા વાલ્મીકિ સમાજના આગેવાનના હસ્તે કાર્યાલય ખુલ્લું મૂકી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. મોરબી માળિયા વિધાનસભાના કોગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ જે પટેલના ચૂંટણી પ્રચાર કાર્યલયનુ ઉદ્ઘાટન મોરબી માળિયાના વાલ્મીકિ સમાજના આગેવાન ધીરુભાઈ મકવાણાના વરદ હસ્તે ખુલ્લુ મૂકવામા આવ્યું હતું.જો કે, મોરબી શહેરની ઝૂલતા પૂલની ગોઝારી દૂરઘટનામાં ઘણાં પરિવારો ભોગ બન્યા હતા અને અનેક પરિવારમાં માતા, બહેનો, નાના ભૂલકાંઓ વડીલોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય ત્યારે કોગ્રેસ પક્ષ આ હતભાગીઓ પ્રત્યે સવેદના દર્શાવી ચૂંટણી પ્રચારમાં કોઈ ઢોલનગારા ફટાકડા કે કોઈ મોટી સભા રેલીઓ કર્યા વગર સાદગી પૂર્વક ચૂંટણી પ્રચાર કાર્યાલય.ખુલ્લુ મૂક્યું છે. આ તકે ધાનસભા વિસ્તારના આગેવાનો, કાર્યકરો સમાજના શ્રેષ્ઠિઓ હાજર રહ્યા હતા. તમામ લોકોએ આવનારા સમયમાં તમામ સમાજ એક થઈ કોંગ્રેસ પક્ષના સ્વસ્થ પ્રતિભા ધરાવતા પ્રજાના વિશ્વાસુ વ્યક્તિત્વ ધરાવતા જયંતીભાઈ જે પટેલને જંગી બહુમતીથી વિજય બનાવવાના સંકલ્પ સાથે કાર્યાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું અને સાદગીપૂર્વક ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હોવાનો કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.