મોરબી : મોરબીના લાલપર નજીક આવેલી સીરામીક ફેક્ટરીની ચીમનીમાંથી નીકળતા ગરમ પાણીમાં પડી જતા શ્રમિક દંપતીની માસૂમ બાળકીનું દાઝી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર નજીક આવેલ ડેલ્ટા સીરામીક ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા મનાભાઈ પંચકાની ચાર વર્ષની માસૂમ પુત્રી પ્રગ્યા ફેકટરીની ચીમનીમાંથી નીકળતા ગરમ પાણીમાં પડી જતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલ પ્રગ્યાને પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.