મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા વરલીમટકાના જુગાર ઉપર ધોંસ ચાલુ રાખવામાં આવી છે જેમાં ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તેમજ માળીયા પોલીસે બે અલગ અલગ દરોડામાં બે વરલી ભક્તોને ઝડપી લીધા હતા. પ્રથમ કાર્યવાહીમાં સીટી એ ડિવિઝન પોલીસે દલવાડી સર્કલ નજીકથી આરોપી ચંદુભાઇ મોતીભાઇ નગવાડીયા, રહે.જુના બસસ્ટેન્ડ પાછળ ગેબનશાપીરની દરગાહ પાસે મોરબીવાળાને વર્લીફીચરના આંકડા લખેલ ચીઠ્ઠી,બોલપેન તથા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂા.270 સાથે ઝડપી લીધો હતો. જયારે માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામના રામજી મંદીર ચોક પાસેથી આરોપી મનોજ ઉર્ફે બકો પ્રભુભાઇ કૈલા, રહે-ખાખરેચી, પટેલ સમાજની વાડીની બાજુમા વાળાને વર્લીફીચરના આંકડા લખેલ ચીઠ્ઠી,બોલપેન તથા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂા.1200 સાથે ઝડપી સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.