મોરબી: આવતીકાલે તારીખ 16 નવેમ્બર ને બુધવારનાં રોજ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે બંધ રહેશે. જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. આવતીકાલે શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન ૧૨,૧૩,૧૪,૧૫, વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે જેવા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.