એક ઉમેદવારે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામુ રજૂ કરતા રદ, બીજાની ઉંમર નાની પડી વાંકાનેર : વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન ડમી ઉમેદવારોની સાથે એક ઉમેદવારે રૂ.50ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કરતા તો બીજા ઉમેદવારની ઉંમર નાની પડતા કુલ મળી 7 ઉમેડવારીપત્ર રદ થયા હતા. આ સાથે જ હવે 17 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે અને હવે ઉમેદવારીપત્ર પરત ખેંચાય બાદ ચૂંટણીચિત્ર સ્પષ્ટ બનશે. નીચે દર્શાવેલ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. 1.મહમદજાવીદ અબ્દુલમુતાલીબ પીરઝાદા : કોંગ્રેસ 2.ભુપેન્દ્ર કનુભાઇ સાગઠીયા : બસપા 3. જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી : ભાજપ 4.વિક્રમ વલ્લભભાઇ સોરાણી : આપ 5. પ્રકાશ નારણભાઇ અજાડીયા : આરજેપી 6. નરેન્દ્રસિંહ નટુભા ઝાલા : અપક્ષ 7. નરેન્દ્ર વિરાભાઈ દેંગડા : અપક્ષ 8. રીતેષભાઇ મનસુખભાઇ પરસાણા : અપક્ષ 9. રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા : અપક્ષ 10. જીતેશભાઇ રૂપાભાઈ સાંતોલા : અપક્ષ 11. મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા : અપક્ષ 12. નવીનભાઇ અમૃતભાઈ વોરા : અપક્ષ 13. મહેશકુમાર નરસીભાઈ ખાંડેખા : અપક્ષ 14. હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી : અપક્ષ 15. મેરામભાઇ કરમણભાઈ વરૂ : અપક્ષ 16. વલ્લભભાઇ કરશનભાઇ વાઘેલા : અપક્ષ 17.રમેશભાઇ લવજીભાઈ ડાભી