વાંકાનેર: હાલમાં લોહીની જરૂરિયાત ઊભી થઈ હોવાથી આવતીકાલે મંગળવારે જડેશ્વર રોડ પર આવેલા જસદણ સિરામિક ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ તારીખ 15 નવેમ્બર ને મંગળવારના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જસદણ સિરામિક ખાતે રક્તદાન શિબિર યોજાશે. તો વધુમાં વધુ લોકો આ સેવા કાર્યમાં જોડાય અને રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.