મોરબી : વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને મોરબી જિલ્લા કલેકટર દ્વારા વિવિધ મહત્વનાં જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. મતદાનના દિવસે મતદાન મથક અને નજીકના વિસ્તારોમાં વ્યવસ્થા જાળવવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું મોરબી : મોરબી જિલ્લાની વિધાનસભા ચૂંટણી સબંધમાં નકકી કરેલ મતદાન મથકોએ આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો ઉપર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો ઉપર તથા તેની નજીકના વિસ્તારોમાં અડચણ થતી અટકાવવા તથા વ્યવસ્થા જાળવવા પગલાં લેવા જરૂરી જણાતા મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા અનુસાર ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોને જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઇનમાં ઉભા રહેવા અને જો સ્ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવા અને લાઇન મુજબ પોતાના ક્રમ અનુસાર એક પછી એક દાખલ થવા અને મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તાર છોડી તુરત જ ચાલ્યા જવા જણાવેલ છે. મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ મોરબી : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે મોરબી જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન યોજાશે. મતદારો નિર્ભયતાપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહીં તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરે નહીં તે માટે મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકો અને તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહન લઈ જવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ આદેશો ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ / કર્મચારીઓ મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન / ધંધાના સ્થળે આવવા જવા તેમજ ફરજ પરના પોલીસ /એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન કરનાર સજાને પાત્ર થશે. નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ મતદાન માટે મતદાનમથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી બુથ ઉભા કરી શકાશે નહી મોરબી : વિધાનસભાની સામાન્ય ચૂંટણી સમગ્ર ગુજરાત રાજ્યમાં બે તબકકાઓમાં યોજાનાર છે. પ્રથમ તબકકામાં મોરબી જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ ચૂંટણી યોજાનાર છે. મતદાનની આ પ્રક્રિયા દરમિયાન મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા ચૂંટણી માટેના ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે અન્ય કોઈપણ વ્યકિત મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ ઉભા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈપણ વ્યક્તિ મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી. આ હુકમ મોરબી જિલ્લાના તમામ શહેર અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારને લાગુ પડશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે. ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ હોય તે તમામ તથા ફરજ પરના પોલીસ/ એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને આ હુકમ લાગુ પડશે નહિ. મત ગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ થી તા.૦૮/૧૨/૨૦૨૨ સુધી વિવિધ પ્રતિબંધો મુકાયા મોરબી : વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં બે તબકકાઓમાં યોજાનાર છે. પ્રથમ તબકકામાં સમાવિષ્ટ જિલ્લાઓ પૈકી મોરબી જિલ્લામાં તા.૦૧/૧૨/૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. તમામ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી સરકારી સરકારી પોલિટેકનીક બિલ્ડીંગ ઘુંટુ રોડ, મોરબી ખાતે તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ થનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે. મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ થી તા.૦૮/૧૨/૨૦૨૨ સધીના સમયગાળા માટે કેટલાક અમલવારી કરવા હુકમ ફરમાવ્યા છે. જેમાં (૧) કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. (૨) મતગણતરી કેન્દ્રની આસપાસના ર૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહીં. (૩) કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. (૪) ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં. ૫) મતગણતરી ફરજ પર નિયુક્ત અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ તથા આવશ્યક સેવાઓના કામે...