200 લીટર દેશી દારૂ અને ઇકો કાર કબ્જે લેવાઈ મોરબી : મોરબી એલસીબી ટીમ દ્વારા દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે રંગપર ગામની સીમમાંથી એલસીબી ટીમે દેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી ટીમે મોરબીના રંગપર ગામની સીમમાં એલવીરો ગ્રેનિટો પાછળથી બાતમીને આધારે વોચ ગોઠવી ઇકો કારમાંથી 200 લીટર દેશી દારૂ સાથે નરેશ અવચરભાઈ ધામેચા અને રાજેશ લાભુભાઈ ફતેપરા રહે.ગોપાલગઢ, તા.ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ કુલ મળી 1,04,000નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.