મોરબીના સામા કાંઠે બનેલ બનાવ મોરબી : મોરબીના સામાકાંઠે પતિથી અલગ રહેતી પરિણીતા મજૂરીના પૈસા લેવા આવી ત્યારે પતિ સાથે ભેટો થઈ જતા પતિએ તું મારી સાથે કેમ રહેતી નથી કહી માર મારી કપાળમાં નળિયું ફટકારી દેતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે માવતરના ઘેર રહેતા કમળાબેન રમેશભાઈ પારિયા ઉ.45 નામના પરિણીતા મોરબીમાં સામાકાંઠે નિર્મળ જ્યોતિ પેટ્રોલપંપ નજીક ભંગરના ડેલે પોતાના મજૂરીના બાકી નીકળતા પૈસા લેવા આવતા આ સમયે તમના પતિ રમેશભાઈ દલપતભાઈ પારિયા પણ ત્યાં આવી પહોંચતા કમળાબેનને તું કેમ મારી સાથે રહેતી નથી તેવું કહી ઝઘડો કરી માર માર્યો હતો અને બાદમાં નળિયું કપાળમાં ફટકારી દેતા ઇજાઓ પહોંચતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 323, 337,504 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.