એલસીબી, માળીયા, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી શહેર અને જિલ્લામા એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝન અને માળીયા પોલીસ દ્વારા વરલી મટકાના જુગાર ઉપર ધોસ બોલાવી સાત વરલી ભક્તોને ઝડપી લીધા હતા. પ્રથમ દરોડામાં એલસીબી ટીમે હળવદમાં રેલવે સ્ટેશન રોડ ઉપર દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા જબરખાન અલીમહમદ પઠાણ ને રોકડા રૂપિયા 10,390 સાથે ઝડપી લીધો હતો. જ્યારે માળીયા પોલીસે નવાગામના ઝાપા પાસેથી અલ્યાસભાઈ હુસેનભાઈ ખોડ નામના આરોપીને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 450 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જ્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ ઉપર ઉપરથી નવીનભાઈ ચતુરભાઈ પટેલને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2850 કબ્જે કર્યા હતા. ઉપરાંત શનાળા રોડ ઉપર શુભ હોટલ પાછળથી ગીરીશભાઈ છબીલભાઈ કોટેચાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 15,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે એ ડિવિઝન પોલીસે લગધીરવાસ મેઈન રોડ ઉપરથી દિનેશભાઈ ચત્રર્ભુજભાઈ કારીયાને રોકડા રૂપિયા 300 સાથે અને મોમીનખાન અબ્દુલખાલીતખાન યુસુબજયને ગાંધી ચોકમાં જાહેરમાં વરલી મત્કાના જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 530 કબ્જે કર્યા હતા. આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે અરૂણોદય સર્કલ પાસેથી મુકેશભાઈ ધનજીભાઈ પીઠડીયાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકા સાહિત્ય અને રોકડા રૂપિયા 300 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.