હળવદ : હળવદ તાલુકાના માથક અને રાતાભેર જવાનાં રોડ પર આવતા ચેપા કુવા પાસે એક બોલેરો કારના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બાઈકને અડફેટે લઈ રોડની બાજુમાં રિધમભાઈની સલૂનની દુકાનમાં ઘૂસી ગઈ હતી. જ્યારે બોલેરો કાર દુકાનમાં ઘૂસી આવી તે સમયે રીધમભાઈ એ ગ્રાહકની દાઢી કરી રહ્યા હતા જોકે સદનસીબે તેઓનો અને ગ્રાહકનો બચાવ થયો હતો.