મોરબી : મોરબીના નીચી માંડલ નજીક એલસીબી પોલીસે અલ્ટો કારમાં મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 750 સાથે નીકળેલા માથક ગામના રવિ રણછોડભાઈ સડાણીયા ઉ.20 નામના યુવાનને રૂપિયા 1,00,000ની કાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.