મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના કારણે મોકૂફ રખાયેલો મેરજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો વાર્ષિક પાટોત્સવ આગામી તારીખ 16 નવેમ્બરના રોજ નારણકા ગામે યોજાશે. નારણકા ગામે મેરજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો 18મો વાર્ષિક પાટોત્સવ આગામી તારીખ 16 નવેમ્બર ને બુધવારના રોજ યોજાશે. તારીખ 15 નવેમ્બરના રોજ સાંજે 4:30 કલાકે શોભાયાત્રા અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરાયું છે. તેમજ તારીખ 16 નવેમ્બરના રોજ વહેલી સવારે મહાયજ્ઞ, બપોરે 2 કલાકે બીડુ હોમવામાં આવશે તથા 11:30 કલાકે માતાજીના મંદિરના પટ્ટાંગણમાં સામૂહિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય પાટોત્સવમાં સમસ્ત મેરજા પરિવારજનોને તેમજ આમંત્રિત મહેમાનોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. મહત્વનું છે કે, આ પહેલા 1 નવેમ્બરના રોજ આ પાટોત્સવ યોજાનાર હતો પરંતુ મોરબી ઝૂતલા પુલ દુર્ઘટનાના કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.