મોરબી : નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્વારા આવતીકાલ તારીખ 13/11/2022 ને રવિવારના રોજ સવારે 8:30 થી બપોરે 1:00 કલાક દરમિયાન ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી ખાતે દેશી ઓસડિયા, વિવિધ જાતના ફૂલછોડનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. હાથે ખાંડેલ દેશી ઓસડિયા જેવા કે સરગવા પાવડર, કોડીનો પાવડર, ત્રિફળા, હરડે, અશ્વગંધા, સતાવરી, બાવચી, અરડૂસીના પાન, મીઠા લીમડાના પાન, સૂંઠ, સિંધાલુણ, સંચળ વગેરે મળશે. આ ઉપરાંત અળસિયાનું કોકો પીટનું ખાતર, શુદ્ધ મધ, માટીના કુંડા, તાવડી, રસોડામાં ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ શાકભાજીના બિયારણો તેમજ વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. વધુ માહિતી માટે લવજીભાઈ પ્રજાપતિ-મોરબી (મો.નં. 99253 69465)નો સંપર્ક કરવો.