ધાંગધ્રા-હળવદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે વિજય મૂહુર્તમાં ફોર્મ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હળવદ : ધાંગધ્રા હળવદ-64 બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા વાઘજીભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ વાઘજીભાઈએ વિજય મૂહુર્તમાં ફોર્મ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ધાંગધ્રા પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજીભાઈ કરસનભાઈ પટેલએ સમર્થકો સાથે આવીને શુક્રવારે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ આપના ઉમેદવાર વાઘજીભાઈએ જણાવ્યું હતું કે આ બેઠક પર આ વખતે ત્રિપાખીયો જંગ છે પરંતુ અહીં પાંચ-પાંખીયો જંગ થાય તોય વાઘજી પટેલ પુરા દમથી ચૂંટણી લડવાના છે તેવો હુકાર કર્યો હતો. આ વિસ્તારના લોકોને પાણીની સમસ્યા રોડ રસ્તાની સમસ્યા તેમ જ નાની મોટી તમામ સમસ્યાઓથી હું પરિચિત છું જેથી મતરૂપી લોકો મને આશીર્વાદ આપશે જેનાથી આ વિસ્તારના લોકોની સમસ્યાઓ દૂર કરીશ. ફોર્મ ભરતા સમયે ધાંગધ્રા હળવદ આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.