આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયાએ કરી જાહેરાત મોરબી : મોરબી બેઠક ઉપર ચૂંટણી લડત આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયાએ આજે મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે, ભષ્ટાચાર વિરોધી સરકાર ઉખેડી ફેકવાનું જ તેમની પાર્ટીનું લક્ષ્ય હોય અને આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ ગુજરાતમાં સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતના પ્રજાના હીત માટે રાજનીતિ કરશે અને જો તેઓ મોરબી સીટ ઉપર આપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવશે તો તેમને ધારાસભ્ય તરીકે મળતો પગાર આર્થિક રીતે નબળા બાળકોના શિક્ષણ અને આરોગ્ય માટે અર્પણ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત પુરા જોશ સાથે રાજનીતિમાં પરિવર્તન માટે આવેલ આમ આદમી પાર્ટીના શિક્ષિત ઉમેદવારો પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. ત્યારે ૬૫ મોરબી માળીયા વિધાનસભા ઉમેદવાર પંકજભાઈ રાણસરિયાએ આજે મીડિયા સામે જાહેરાત કરી છે કે મતદારોના સહકારથી તેઓ ધારાસભ્ય બનશે એટલે તેમને પ્રજાના ટેક્ષના રૂપિયે મળતો પગાર સંપૂર્ણ પ્રજાના શિક્ષણ અને આરોગ્યના સહકારમાં જ વાપરવામાં આવશે અને પ્રજા જાનોના ટેક્ષ ના રૂપિયાનો સંપૂર્ણ દુર્વ્યે અટકાવવામાં આવશે અને આમ આદમી પાર્ટીની વિચારધારા મુજબ સંપૂર્ણ શાસન ભ્રષ્ટાચાર મુક્ત કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.