હળવદના કંડકટરની પ્રામાણીકતા, બસમાં ભુલાયેલો મુસાફરનો મોબાઈલ પરત કર્યો

- text


 

હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના કંડકટર ભરતસિંહ લીંબોલાએ બસમાં ભુલાઈ ગયેલો મોબાઈલ મુસાફરને પરત કરીને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો ધાંગધ્રા ડેપોની સુરેન્દ્રનગર-સાપકડા રૂટની બસમાં એક મહિલા મુસાફર મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેઓનું ઉતરવાનું સ્થળ આવ્યું ત્યારે તેઓ પોતાનો ₹25,000ની કિંમતનો મોબાઇલ બસમાં ભૂલીને ઉતરી ગયા હતા. ત્યારે આ મોબાઈલ મુસાફર ભૂલી ગયા હોવાનું હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના કંડકટર ભરતસિંહ લીંબોલાને ધ્યાને આવ્યું હતું. જેથી ભરતસિંહ લીંબોલાએ મોબાઈલ માલિકની તપાસ હાથ ધરી હતી અને આ મુસાફર મહિલાને સુરેન્દ્રનગરના ટ્રાફિક કંટ્રોલરની સમક્ષ ખરાઈ કરી મોબાઈલ પરત કરીને માનવતા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

- text