પુલ દુર્ઘટનાને પગલે ઢોલનગારા, ફટાકડા વગર શાંતિથી મોટા કાફલા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે મોરબી : ટંકારા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાને જાહેર કરવામાં આવ્યા છે. આથી તેઓ સોમવારે ઉમેદવારી નોંધાવશે. જો કે પુલ દુર્ઘટનાને પગલે ઢોલનગારા, ફટાકડા વગર શાંતિથી મોટા કાફલા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે. ટંકારા બેઠક પર ભાજપના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયા તા.14ને સોમવારે નામાંકન પત્ર ભરવા જશે. જેમાં સોમવારે સવારે 10 વાગ્યે તાલુકા ભાજપ કાર્યાલય, બસ સ્ટેન્ડની બાજુમાં ટંકારા ખાતેથી રેલી સ્વરૂપે ભાજપ સંગઠનના તમામ હોદેદારો, કાર્યકરો, વેપારી અને ઔદ્યોગિક સંગઠનો તથા સમર્થકોના મોટા સમુદાય સાથે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થશે. જો કે, મોરબી તાલુકાના કાર્યકરો પોતાના વાહનો સાથે મોરબીના માર્કેટ યાર્ડ પાસે પહોંચી બધા સાથે ટંકારામાં રેલી સ્વરૂપે નીકળશે. જો કે પુલ દુર્ઘટનાને પગલે એકદમ મોંન રેલી કાઢી ઢોલનગારા અને ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવી છે.