મોરબી: મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલા રામ મહેલ મંદિરમાં આવતીકાલે 1108 દીપ પ્રજ્વલિત કરીને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓના શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે. રામ મહેલ મંદિરમાં આવતીકાલ તારીખ 13 નવેમ્બર ને રવિવારના રોજ સાંજે 7:00 વાગ્યે આરતી સમયે આ 1108 દીપ પ્રગટાવવામાં આવશે અને મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી તેઓના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવશે. ત્યારે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મહંત રાજેન્દ્ર દાસ બાપુ, સુખરામદાસ બાપુ શ્રદ્ધાનંદ બાપુ અને સમસ્ત સીતારામ પરિવાર મોરબી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.