લોકોને અદ્યતન સારવાર ઘરઆંગણે જ મળી રહે તેવા ઉદ્દેશથી વિનસ સ્કિન ક્લિનિકમાં ઓપીડી યોજાશે છાતીમાં દુઃખાવો થવો, શ્વાસ રૂંધાવો, ગભરામણ થવી, સીડી ચડતી વખતે શ્વાસ ચડવો, પગમાં સોજા થવા, અનિયમિત ધબકારા, ધબકારા વધવા-ઘટવા, હદયના વાલ્વની તકલીફ સહિતની સમસ્યાઓનું મળશે સમાધાન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હદયરોગના નિષ્ણાંત તબીબની સેવા ઘર આંગણે જ મળી રહે તેવા ઉદેશ સાથે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો.નિશિથ સરડવા પોતાના વતન મોરબીમાં વિનસ સ્કિન ક્લિનિકમાં આગામી શનિવાર અને રવિવારના રોજ ઓપીડી યોજવાના છે. તો હદયરોગથી પીડાતા દર્દીઓએ આ ઓપીડીનો લાભ જરૂરથી લેવો. ડો. નિશિથ સરડવા (M.D., D.M. કાર્ડયોલોજી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ) મૂળ માળિયાના સરવડ ગામના વતની છે. તેઓ હાલ રાજકોટમાં નાગેશ્વર પાર્કમાં આવેલ યુનિકેર હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. મોરબીવાસીઓને પણ શ્રેષ્ઠ સેવા મળે તેવા આશયથી તેઓ સાવસર પ્લોટમાં આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં સાગર હોસ્પિટલના બીજા માળે આવેલ વિનસ સ્કીન ક્લિનિક ખાતે તા.12ને શનિવારના રોજ બપોરે 2થી 5 તેમજ તા.13ને રવિવારના રોજ સવારે 10 થી 12 ખાસ ઓપીડી યોજવાના છે. આ ઓપીડીમાં છાતીમાં દુઃખાવો થવો, શ્વાસ રૂંધાવો, ગભરામણ થવી, સીડી ચડતી વખતે શ્વાસ ચડવો, પગમાં સોજા થવા, અનિયમિત ધબકારા, ધબકારા અચાનક વધી જવા અથવા ઘટી જવા, હદયના વાલ્વની તકલીફ સહિતની સમસ્યા ધરાવતા દર્દીઓ આવી શકે છે. ડો. નિશિથ સરડવા હદય રોગની સારવાર તથા તપાસ 2ડી ઇકો, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી (E.C.G.), T.M.T., હોલ્ટર, કોરોનરી એન્જીયોગ્રાફી, કોરોનરી એન્જીયોપ્લાસ્ટી( બ્લૂન મુકવુ/ સ્ટેન્ટ મુકવુ), પેરીફેરલ એન્જીયોગ્રાફી, પેરીફેરલ એન્જીઓપ્લાસ્ટી, પેસમેકર સહિતની સારવારના નિષ્ણાંત છે. ડો. નિશિથ સરડવાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બી.જે. મેડિકલ કોલેજમાંથી MBBS, જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી M.D. તેમજ અમદાવાદની એસવીપી હોસ્પિટલની એનએચએલ મેડિકલ કોલેજમાં DM કાર્ડિયોલોજીની ડીગ્રી હાંસલ કરી છે. તેઓ અત્યાર સુધીમાં હદયરોગને સંબંધિત અનેક સફળ સર્જરીનો અનુભવ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે તેઓ રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં સેવા આપે છે.ત્યાં આયુષમાન કાર્ડ હેઠળ પણ સારવાર થાય છે. ઓપીડીનું સરનામું વિનસ સ્કિન ક્લિનિક સાગર હોસ્પિટલના બીજા માળે, આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં, સાવસર પ્લોટ, મોરબી ઓપીડીના રજિસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટ માટે 9724977160 યુનિકેર હોસ્પિટલ કોન્ટેકટ નંબર મો.નં. 9408030123