સિવાસ રીગલ અને જ્હોની વોકર બ્રાન્ડ દારૂની 13 બોટલ કબ્જે મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના નાની બજાર વિસ્તારમાં મોંઘીદાટ શરાબની બોટલ વેચવા માટે કુખ્યાત ઇસમને સિવાસ રીગલ અને જ્હોની વોકર બ્રાન્ડ વિદેશી દારૂની 13 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મોરબી નાની બજાર, વિશ્વકર્મા મંદિર પાસે રહેણાંક મકાનમાં દરોડો પાડી સિવાસ રીગલ બ્રાન્ડ દારૂની 8 બોટલ અને જ્હોની વોકર બ્રાન્ડ દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 49 હજાર સાથે યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા નામના ઇસમને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે આ શખ્સ વિરુદ્ધ અગાઉ વિદેશી દારૂના અનેક ગુન્હા નોંધાઇ ચુક્યા છે.