હળવદના રાણેકપર ગામેં વૃદ્ધે ઝેરી દવા પીને જિંદગીનો અંત આણ્યો હળવદ : હળવદના રાણેકપર ગામેં વૃદ્ધે ઝેરી દવા પીને જિંદગીનો અંત આણ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દીકરાના ધંધામાં નુકશાન થતા આઘાત સહન ન થવાથી પિતાએ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે. હળવદના સાનિધ્ય બંગલોઝ, રાણેકપર રોડ પર રહેતા અમૃતભાઇ માધવજીભાઇ મારવણીયા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધે ગઈકાલે તા.૯ના રોજ સવારના આઠ વાગ્યાના પહેલા રાણેકપર ગામની સીમમાં પોતાની વાડીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતકના દીકરાને ધંધામા ખોટ (નુકસાન) આવેલ હોય જેથી મૃતક ટેન્શ મા આવી ગયેલ હોય અને સહન કરી શકેલ ના હોય જેથી તેઓ પોતાની જાતેથી ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.