સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પૂભાઈ ઠાકોર તેમના સમર્થકો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડતા રાજકારણ ગરમાયુ હળવદ : હળવદ ધ્રાગંધ્રા બેઠક ઉપર પરસોતમ સાબરીયાની ટીકીટ કપાતા ભારે ઉકલતા ચરુ વચ્ચે ટીકીટ ન મળતા ધ્રાગંધ્રા ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પૂભાઈ ઠાકોરે બળવો કરીને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડતા રાજકારણ ગરમાયુ છે. ટીકીટ ન મળવાની અસંતોષની આગ બળવા સુધી પહોંચી જતા હળવદ ધ્રાગંધ્રા બેઠક પર ભાજપમાં ભંગાણ સર્જાયું છે. હળવદ ધ્રાગંધ્રા બેઠક ઉપર હાલના ધારાસભ્ય પરસોતમ સાબરીયાનું પતું કાપીને નવા ચહેરા મોરબીના ઉધોગપતિ પ્રકાશ વરમોરાને ભાજપે ટીકીટ ફાળવતા આ બેઠક પર પરસોતમ સાબરીયાના સમર્થકો અને ચુવાળીયા કોળી સમાજમાં ભારે નારાજગી વચ્ચે વધુ એક ચુવાળીયા કોળી સમાજના પ્રબળ દાવેદાર તેમજ ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ , ઠાકોર સેનાના સંગઠન મંત્રી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ધ્રાગધ્રા બેઠકના ભાજપના સદસ્ય પપ્પૂભાઈ ઠાકોર ભાજપમાંથી ટીકીટ ન મળતા તેઓએ ખુલ્લો બળવો કર્યો છે અને આજે ભાજપ છોડીને તેઓ પોતાના સમર્થકો સાથે આજે કોંગ્રેસમાં જોડાયા છે. આથી આ બેઠક ઉપર ભાજપમાં ભંગાણ પડ્યું છે.