હળવદ : હળવદના ઘનશ્યામપુર ગામે પાણીના વહેણમા પડી જતાં ખેતશ્રમિકનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દિલીપભાઇ ભીખાભાઇ જાદવ (ઉ.વ.૩૮ રહે.હાલ ઘનશ્યામપુર ગામ તા.હળવદ જી.મોરબી મુળ ગામ.જુના માલણીયાદ તા.હળવદ જી.મોરબી) નામના યુવાન ઘનશ્યામપુર ગામની સીમમા પ્રવીણભાઇ જમાદારની વાડી પાસે વહેણમા કોઇ કારણોસર પડી જતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.