ભાજપ અને કોંગ્રેસના નામે 2-2 તથા આપના નામે 6 ફોર્મ ઉપડ્યા વાંકાનેર : વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજે 13 ફોર્મ ઉપડ્યા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નામે 2-2 તથા આપના નામે 56 ફોર્મ ઉપડ્યા છે. જેમાં કોંગ્રેસના નામે પ્રવિણભાઈ દેવજીભાઈ વોરાએ 2 ફોર્મ, ભાજપના નામે ચારોલીયા ગુલાબમુસ્તુફાએ 2 ફોર્મ,આપના નામે કડીવાર નજરૂદીન રસુલભાઈ, ભરતભાઈ કાળુભાઈ સંકરીયા, ચનાભાઈ ગોવાભાઈ રોજાસરા, રમેશભાઈ નરસીભાઈ કમરખાણીયા, મશરૂભાઈ ગેલાભાઈ વિંઝવાડીયા, દાનાભાઈ પ્રેમજીભાઈએ એક-એક ફોર્મ તેમજ અપક્ષ તરીકે સરાફુદીન હાજીભાઈ માથકીયા, કેશાભાઈ છનગભાઈ અધોરા, રસીલાબેન મંગાભાઈ ઉધરેજાએ એક-એક ફોર્મ ઉપાડ્યા છે.