જુના બસસ્ટેન્ડ નજીક એસઓજી ટીમે કરેલી કાર્યવાહી મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ નજીકથી એસઓજી ટીમે બાતમીને આધારે એક આધેડને દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતુસ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા અને તેમની ટીમે બાતમીને આધારે જુના બસસ્ટેન્ડ પાસે રેઇડ કરી હારૂનભાઈ રસીદભાઈ થૈયમ ઉ.55, રહે.મચ્છીપીઠ, પીરના તકીયાની બાજુમાં મોરબી વાળાને રૂપિયા 10 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતુસ કિંમત રૂપિયા 800 સહિત કુલ રૂપિયા 10,800 સાથે ઝડપી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.