ખુશીયા પલભર મેં તબાહી કા મંજર બન ગઈ.... મોરબી : મોરબીની કાળજું કંપવાનારી ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાને એક અઠવાડિયું વીતવા છતાં લોકોના માનસપટ્ટ પરથી આ ઘટનાની અસર દૂર થઈ નથી ત્યારે મોરબીની નિરાલી નામની યુવતીએ કાળજું કંપાવનારી આ દુર્ઘટનનું સચોટ ચિત્રણ એક ચિત્રમાં કર્યું છે, આ એક જ ચિત્રમાં લોકો પહેલા ખુશીથી હસતા ખેલતા જોવા મળે અને એની થોડી સેકન્ડોમાં ખુશી તબાહીનું મંજર બની જાય છે એ આબેહૂબ રીતે દર્શાવ્યું છે. ઝૂલતાપૂલ પર ખુશીઓ મનાવતા બહોળા જન સમુદાયને સ્વપ્નેય પણ કલ્પના નહિ હોય એ ઝૂલતાપૂલની સફર તેમની માટે આખરી બની રહેશે. મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાને મોરબીમાં સામાકાંઠે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતી નિરાલી શ્રવણભાઈ પ્રજાપતિ નામની યુવતીએ ચિત્ર રૂપે સાક્ષાત્કાર કરાવ્યો છે. આ યુવતીએ ઝૂલતાપૂલ દુર્ઘટનાના ચિત્રમાં એક રંગીન અને બીજો બ્લેક એન્ડ વાઇડ પાર્ટ રજૂ કર્યો છે. જેમાં શરૂઆતમાં રંગીન પાર્ટમાં મોટા સમુદાય આનંદ કિલ્લોલ સાથે જોવા મળે છે. બીજા જ પાર્ટમાં થોડી જ સેકેન્ડમાં પુલ તૂટતા હસતી ખેલતી જીદંગીઓ સદાયને માટે ખામોશ થઈ જાય છે. એ આબેહૂબ દર્શાવ્યું છે. આમ એક જ ચિત્રમાં ખુશી અને શોક દર્શાવી પહેલા લોકોની હર્ષની ચિચિયારી બાદમા મરણચીસો ગુંજી ઉઠી હોવાનું તસ્વીરમાં દેખાય છે. ઓવરલોડ ટ્રાફિક સહિતની ઘણી બધી માનવ ક્ષતિઓને કારણે હસતી ખેલતી જિંદગીઓ કેવી રીતે તબાહ થઈ ગઈ તેનું આ ચિત્રમાં સચોટ વર્ણન બખૂબી કર્યું છે.