મોરબી : મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલ ઘડિયાલગ્ન પરંપરા અંતર્ગત વાવડી ગામે જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના આગેવાનોની હાજરીમાં ઘડિયાલગ્ન યોજાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી ગામે ગત તા.5 નવેમ્બરના રોજ નાની વાવડી ગામના અમૃતભાઈ ઉકાભાઈ પડસુંબિયાના સુપુત્ર ચિ. યસના ઘડિયાલગ્ન ગાળા નિવાસી કાંતિલાલ લાલજીભાઈ ઉઘરેજા ની સુપુત્રી ચિ. રીંકલ સાથે યોજાયા હતા. આ શુભ પ્રસંગે ઘડિયા લગ્નની પ્રેરણા આપનાર મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ડો.મનુભાઈ કૈલા, જ્યંતિભાઈ પડસુંબિયા, જ્યંતિભાઈ વિડજા, ગણેશભાઈ પડસુંબિયા, મગનભાઈ આઘારા,તથા પાટીદાર સમાજના અગ્રણીઓએ હાજરી આપી નવ દંપતિને શુભ આશિષ પાઠવ્યા હતા.