માળીયા : માળીયા તાલુકાના કાજરડા ગામે રહેતા રેશ્માબેન કાદરભાઈ મોવર ઉ.19 નામની યુવતીએ પોતાના ખેતરમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.