મોરબીઃ મોરબીના શામજીભાઈ માવજીભાઈ બરાસરા અને કૌશિકભાઈ ભગવાનજીભાઈ બાવરવા દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભીમપુરા ચણોદ ખાતે આવેલા ગંગાનાથ મહાદેવ આશ્રમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગતવ સપ્તાહ જ્ઞાનયજ્ઞ આજ રોજ તારીખ 8 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ છે. ગંગાનાથ મહાદેવ આશ્રમ ખાતે નર્મદા મૈયાના સાનિધ્યમાં તારીખ 2 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. વ્યાસપીઠ પર શાસ્ત્રી કેતનભાઈ (સુરત) બિરાજમાન થઈ શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યું હતું. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકોએ કથાનું શ્રવણ કર્યું હતું.