મોરબીઃ મોરબીમાં બનેલી દર્દનાક ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે મોરબી જિલ્લામાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી રહી છે. ત્યારે મોરબીના આર્ય સમાજ લખધીરવાસ દ્વારા પણ યજ્ઞ યોજીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ગઈકાલે સાંજે આર્ય સમાજ લખધીરવાસ મોરબી દ્વારા યજ્ઞમાં આહૂતિ આપીને દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.