મોરબીઃ નવા જીવાપર ગામે આગામી તારીખ 10 નવેમ્બર ને ગુરુવારના રોજ રાત્રે 10 કલાકે નાટક અને કોમિક ભજવવામાં આવશે. ગૌ સેવાના લાભાર્થે નવા જીવાપર ગૌ સેવા યુવક મંડળ દ્વારા અભિમન્યુનો ચકરાવો નાટક અને કોમિક નાટક જેઠો જમાદાર અને જામનગરની રાધા ડાન્સર ભજવવામાં આવશે. તો આ કાર્યક્રમ નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.