સુરક્ષાને ધ્યાને લઇ પેરા મિલેટરી ફોર્સ દ્વારા સંવેદનશીલ સહિતના વિસ્તારમાં કરાતું ફૂટ પેટ્રોલીગ મોરબી : મોરબીમાં વિધાનસભાની ચૂંટણીને પગલે પેરા મિલેટરી ફોર્સની ટુકડીનું આગમન થયું છે અને સુરક્ષાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસની સાથે સુરક્ષાને ધ્યાને લઇ પેરા મિલેટરી ફોર્સ દ્વારા સંવેદનશીલ સહિતના વિસ્તારમાં કરાતું ફૂટ પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણી જાહેર થતા આચારસહિતા અમલી બની હોય સુરક્ષાને ધ્યાને લઈને મોરબી બેઠક ઉપર પેરા મિલેટરી ફોર્સની એક ટુકડી મુકવામાં આવી છે અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેરા મિલેટરી ફોર્સની ટુકડીને તૈનાત કરવામાં આવી છે અને આ પેરા મિલેટરી ફોર્સ દ્વારા દરરોજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ સહિતના અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે બી ડિવિઝન પોલીસની સાથે વિશિપરા સહિતના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ દ્વારા સુરક્ષાને ધ્યાને લઈને ફૂટ પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું.