મોરબી: મોરબીની ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ દ્વારા દ્વિતીય શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવા માટે શાળા દ્વારા આયોજન કરાયું હતું. શ્રદ્ધાંજલિ સભામાં સ્કૂલના ટ્રસ્ટી સુમંત પટેલ તથા સ્કૂલના પ્રિન્સિપાલ સનામેડમ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ગણ દ્વારા મીણબત્તી પ્રગટાવીને તથા મૌન ધારણ કરીને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોને શાંતિ મળે તેમજ તેમના પરિવાર પર આવી પડેલી અણધારી આફતના સમયે દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.