મોરબીઃ ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે મોડપર ગામ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સાથે જ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોડપર સમસ્ત ગામ વતી યોજાયેલી શ્રદ્ધાંજલિ સભા અને રામધૂનમાં મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.