દિવાળી બાદ આજથી હાઇકોર્ટે શરૂ થતી હોય સુનાવણી પહેલા હાઇકોર્ટે બે મિનિટ મૌન પાળી પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપશે મોરબી : મોરબીમાં 135 લોકોનો ભોગ લેનાર કાળજું કંપાવનારી ગોઝારી પુલ દુર્ઘટનાના અગાઉ હાઇકોર્ટે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.ત્યારે આ પુલ દુર્ઘટનાની જાહેર હિતની અરજીની આજે ગુજરાત હાઇકોર્ટેમાં સુનાવણી હાથ ધરાશે. દિવાળી બાદ આજથી હાઇકોર્ટે શરૂ થતી હોય સુનાવણી પહેલા હાઇકોર્ટે બે મિનિટ મૌન પાળી પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપશે. મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતોપુલ તૂટી પડતા પુલની નીચે નદીમાં ખાબકવાથી 135 લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં તપાસ માટે રાજ્ય સરકારે સીટની રચના કરી આ ખાસ સમિતિ દ્વારા આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પુલ દુર્ઘટના હતભાગીઓને સાચો ન્યાય મળે તે માટે તટસ્થ તપાસ કરવા માટે થોડા સમય બાદ હાઇકોર્ટેમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આથી આજે હાઇકોર્ટેમાં આ જાહેર હિતની સુનાવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં દિવાળી બાદ આજથી હાઇકોર્ટે શરૂ થતી હોય સુનાવણી પહેલા હાઇકોર્ટે બે મિનિટ મૌન પાળી પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારે આજે હાઇકોર્ટેમાં આજે જાહેર હિતની સુનાવણી પર સૌની મીટ મંડાઈ છે.