સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી તમામ જવાબદારોને કડક સજા આપવા અને હતભાગીઓના પરિવારને સરકાર તરફથી 20 લાખની સહાય, સરકારી નોકરી અને શિક્ષણની સવલતો આપવાની માંગ કરી મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં જવાબદારોને છાવરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ સાથે લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સ્વયં સૈનિક દળ દ્વારા મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરવાના માલિક જયસુખ પટેલ સામે કડક કાર્યવાહીની માંગ સાથે રોષપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી. અને સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢી તમામ જવાબદારોને કડક સજા આપવા અને હતભાગીઓના પરિવારને સરકાર તરફથી 20 લાખની સહાય, સરકારી નોકરી અને શિક્ષણની સવલતો આપવાની માંગ કરી કરી હતી. મોરબી પુલ દુર્ઘટનામાં તમામ દોષિતો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ સાથે આજે નવા બસ સ્ટેન્ડ પાસેથી સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં આ સંસ્થાઓના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકોએ જોડાયને પુલ દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે બેનેરો પ્રદર્શિત કરીને ભારે રોષ વ્યકત કર્યો હતો. જેમાં આ સંસ્થાના કાર્યકરોએ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પુલનું રીનોવેશન કરનાર ઓરવા કંપની અને તેના સુપીમો જ્યંસુખ પટેલ સીધા જ જવાબદાર હોય તેમ છતાં તેમની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ ઉપરાંત નગરપાલિકાના જે તે સત્તાધીશો પણ એટલા જ જવાબદાર હોય છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી થાય ત્યારે જ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. આથી આ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને મૃતકોના પરિવારને સરકાર તરફથી 20-20 લાખની સહાય ચુકવાય તેમજ તેના પરિવારોને સરકારી નોકરી આપવા અને નોંધારા બાળકોને શિક્ષણની સુવિધા આપવાની માંગ કરી હતી. આ રેલી મુખ્યમાર્ગો પર પસાર થઈને કલેકટર કચેરીએ પહોંચીને આ અંગે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.