મોરબીની ગાંધી સોસાયટી દ્વારા પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઈ મોરબી : મોરબી ગોઝારી પુલ દુર્ઘટનાને લઈને સમગ્ર મોરબી શોકમગ્ન બની ગયું છે. પુલ દુર્ઘટનાના હતભાગીઓના આત્માની શાંતિ માટે ઠેરઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી ગાંધી સોસાયટી દ્વારા પુલ દુર્ઘટનાના હતભાગીઓ શ્રદ્ધાંજલિ આપવા મૌન રેલી સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધી સોસાયટીની સમગ્ર રહીશોએ કેન્ડલ માર્ચ યોજી પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.