મોરબી : મોરબીના રવાપરમાં ગ્રામ પંચાયત દ્વારા આજે એક ઝુંપડાનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય 5 ઝુંપડા અને 7 વાડા ખાલી કરવા 11મી સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. રવાપર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ગેરકાયદે સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો દૂર કરવા અગાઉ નોટીસો ફટકારવામાં આવી હતી. ત્યારબાદ આજે ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર અને પોલીસની ટીમને સાથે રાખીને એક ઝુંપડાનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. બાદમાં અન્ય 5 ઝુંપડામાંથી સ્થાનિકોએ સામાન બહાર કાઢી વધુ મુદત માંગી હતી. જેને પગલે તંત્ર દ્વારા 5 ઝુંપડા અને વાડાઓને આગામી તા 11 સુધીનો સમય આપી ત્યારબાદ ડીમોલેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.