હરિ ૐ પાર્ક સોસાયટી ખાતે 12મીથી શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહનું આયોજન મોરબી : મહેન્દ્રનગરના મહેન્દ્રનગર-હળવદ રોડ પર આવેલી હરિ ૐ પાર્ક સોસાયટી ખાતે આગામી તારીખ 12 નવેમ્બર ને શનિવારથી 18 નવેમ્બર ને શુક્રવાર સુધી શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોના આત્માને શાંતિ તેમજ મોક્ષાર્થે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ પર વક્તા કિશોર મહારાજ બિરાજી કથાનું દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા દરમ્યાન રસપાન કરાવશે. તો ધર્મપ્રેમી જનતાને આ કથામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું.