મોરબીઃ મોરબી નિવાસી સ્વ. શારદાબેન ચંદુલાલ શાહની સ્મૃતિમાં ઉમેશભાઈ શાહ (હાલ. બેંગ્લોર)ના સહયોગથી એક દિવસીય ફ્રી નિદાન કેમ્પનું આયોજન મોરબીના લીલાપર ખાતે કરવામાં આવ્યું હતું. મોરબીના લીલાપર ખાતેના ઈન્ડિયા મોઝેક કારખાના ખાતે સાંજે 4-30 થી 6-30 દરમિયાન યોજાયેલા ફ્રી નિદાન કેમ્પમાં દર્દીઓને તપાસી, વજન કરી બ્લડ પ્રેશર તેમજ જરૂરિયાત મુજબના બ્લડ સુગર ટેસ્ટ કરીને ત્રણ દિવસની દવા સાથે સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે કોઠારીભાઈ, ચંદ્રલેખાબહેન મેહતા, દર્શનભાઈ ત્રિવેદી, કૌશિકાબેન રાવલ, કેતનભાઈ મેહતા, જીગરભાઈ ભટ્ટ તેમજ સોસાયટીના નવીનભાઈ પરમાર, ગીરધરભાઈ, ભગવાનજીભાઈ શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં ડો. હસ્તીબેન મહેતા દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.