67- વાંકાનેર બેઠક ઉપર અત્યાર સુધીમાં 13 ઉમેદવારીપત્રો ઉપડ્યા વાંકાનેર : મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પૈકી 67 - વાંકાનેર-કુવાડવા બેઠક માટે આજે કોંગ્રેસના ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદા સહીત કુલ કુલ મળી 12 ઉમેદવારીપત્ર ઉપડ્યા હતા.આ બેઠક ઉપર .એક અગાઉ સહિત અત્યાર સુધીમાં 13 ઉમેદવારી પત્રક ઉપડ્યા છે. 67-વાંકાનેર-કુવાડવા બેઠકના રિટર્નિંગ ઓફિસરના સત્તાવાર આંકડા મુજબ આજે તા.7ના રોજ વાંકાનેર બેઠક માટે કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદા અને ઈરફાન પીરઝાદાએ કોંગ્રેસ પક્ષ તરફથી બે ઉમેદવારી પત્ર મેળવ્યા હતા સાથે સાથે બસપાના ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયાએ તેમજ એક્સ ઉમેદવાર હસું હુસેન બાંભણીયા, ઉશ્માનગની ગાજીભાઈ, હુસેન અહમદ બાદી, મહેબૂબ જમાલ પીપરવાડીયા, નરેન્દ્ર વીરા દેંગડા, નરેન્દ્રસિંહ નટુભા ઝાલા, જીતેશ રૂપાભાઇ સાંતોલા, રાજુભાઈ રામજીભાઈ રીબડીયા અને લવજીભાઈ લાલજીભાઈ અંબલીયાએ ઉમેદવારીપત્ર ઉપાડ્યા હતા.