હળવદ : હળવદ તાલુકાના ટિકર ગામે કોળીવાસના નાકા પાસેથી પોલીસે આરોપી અનવરભાઈ ઉર્ફે મુનો અહેમદ ઉર્ફે બાબુ રાજા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1520 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.