મોરબી : મોરબીના ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલાં તમામ લોકોની આત્માની શાંતિ માટે ક્રાંતિકારી સેના દ્વારા અનોખી રીતે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. જામદુધઈ ગામની શ્રી રામ ગૌશાળા તથા આમરણ ગૌશાળામાં ગાય માતાને લીલુ આપી અને પ્રાર્થના કરી કે જે લોકો સાથે ઘટના બની અને તેના ભોગ બનનારા તમામની આત્માને ભગવાન શાંતિ આપે સાથે સાથે તેમના પરિવાર ને સહન કરવાની શક્તિ આપે.