ચોરાઉ બાઈક તેમજ 6 ચોરાઉ મોબાઈલ કબ્જે કરાયા મોરબી : મોરબી એસઓજી પોલીસ ટીમે ટીંબડી પાટીયા પાસે વાહન ચેકીંગ દરમિયાન વાહનચોર અને મોબાઈલ ચોર શખ્સને ઝડપી લઈ એક બાઈક તેમજ છ ચોરાઉ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. મોરબી એસઓજી ટીમના સતીષભાઇ સુખાભાઇ ગરચર તથા આસિફભાઇ રહીમભાઇ રાઉમાને મળેલી બાતમીને આધારે ટીંબડી પાટીયા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હિલચાલ સાથે નીકળેલા હાજીભાઇ અકબરભાઇ માણેક, રહે. મોરબી સો ઓરડી રામાપીરના મંદિર પાસે, મોરબી મુળ વતન કુડા ગામ તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને ચોરાઉ હીરો પ્લસ સ્પ્લેનડર કિંમત રૂપીયા 40 હજાર તેમજ જુદા જુદા મોબાઇલ નંગ-6 કિંમત રૂપીયા 33 હજાર સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કામગીરી ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, એ.એસ.આઇ રણજીતભાઇ રામભાઇ બાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રસીકભાઇ ભાણજીભાઇ કડીવાર, સબળસિંહ વાઘુભા સોલંકી, સેખાભાઇ સગ્રામભાઇ મોરી, પો.કોન્સ સતીષભાઇ સુખભાઇ ગરચર, ભાવેશભાઇ માવાભાઇ મીયાત્રા તથા આશિફભાઇ રહીમભાઇ રાઉમા જોડાયેલ હતા.