ટંકારા: ચા.મ.મોઢ.બ્રાહ્મણ નસીતપર નિવાસી જશવંતીબેન ક્રિપાશંકર ભટ્ટ (ઉં.વ. 82) તે સ્વ. ક્રિપાશંકર ભગવાનલાલ ભટ્ટના પત્ની, તે શાસ્ત્રીજી હર્ષદભાઈ (રાજકોટ) તથા શાસ્ત્રીજી અનંતભાઇ તથા શાસ્ત્રી હરકાંતભાઈ (રાજકોટ)ના માતા, તે મધુસૂદનભાઈ તથા અભયભાઈના દાદીમા, તે સ્વ. નથુરામ કાનજીભાઈ ત્રિવેદીના દીકરી, તે મહેશભાઈ તથા યોગેશભાઈના બહેનનું તારીખ 4-11-2022 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તારીખ 7-11-22 ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે નસીતપર તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.