મોરબી : મોરબીમાં વાઘેલા પરિવારને આંગણે લગ્ન પ્રસંગ હતો. આ ઉપરાંત આજે રીસેપ્શન પણ યોજાનાર હતું. પણ ઝૂલતા પુલની દુર્ઘટના સર્જાઈ છે તેના શોકમાં વાઘેલા પરિવારના વડીલો ભીમજીભાઈ, કેતનભાઇ, રમેશભાઈએ લગ્ન પ્રસંગ ધામધૂમથી યોજવાને બદલે માત્ર પરિવારની હાજરીમાં જ યોજ્યો હતો. ઉપરાંત રીસેપ્શન પણ રદ કર્યું છે.