મોરબી એલસીબી ટીમ દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી રામદેવસિંહ ઉર્ફે ડકું રણજીતસિંહ જાડેજા રહે. મોટી ચિરઈ, તા.ભચાઉ, કચ્છ વાળાને એલસીબી ટીમે માળીયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ પાસેથી ઝડપી લઈ તાલુકા પોલીસને હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.