મોરબી : મોરબી એલસીબી ટીમે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ પુજારા મોબાઈલ પાસેથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. આગામી વિધાનસભાની સામાન્ય ચુટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર એલસીબી ટીમ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરી મહેન્દ્રનગર ચોકડી નજીકથી જતીનભાઇ છગનભાઇ માકાસણા, રહે.મહેન્દ્રનગર ધર્મનગર સોસાયટી હનુમાનજી વાળી શેરી તા.જી.મોરબી વાળાને દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીન વાળી પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ-2 સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ઘરેલ હતી. આ સફળ કામગીરી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઇ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, પેરોલ ફર્લો સ્ક્વોડના જયવંતસિંહ ગોહિલ તેમજ નંદલાલભાઈ વરમોરા સહિતના સ્ટાફે કરી હતી.